યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉદઘોષ

કોને ખબર હતી કે આજથી ૬૦ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૫૨ શરુ થયેલી યુવા પ્રવૃત્તિ આજે હજારો સમર્પિત યુવાનો નું સ્વરૂપ લેશે. હાં! આ વાત છે બી.એ.પી.એસ. યુવા પ્રવૃતિની. યોગીજી મહરાજ ની પ્રેરણાથી સૌ પ્રથમ મુંબઈમાં શરુ થયેલ યુવક સભા આજે સાત ખંડોના ૫૩ દેશોમાં વિસ્તરણ પામી છે. યોગીજી મહારાજ જાણતા હતા કે જો યુવા શક્તિ ને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો નવું સર્જન કરી શકે છે, પણ જો એજ યુવાધન ખોટી દિશામાં વણાંક લઇ લે તો વિનાશ સર્જી શકે છે. અને એટલેજ તો તેઓ ચાહતા હતા કે યુવાવર્ગ આધ્યાત્મ માર્ગ તરફ વળે, આપની સંસ્કૃતિ અને મૂલ્યોને સમજે અને એક ઉચ્ચ આદર્શ જીવન જીવે.

અહીં યુવા પ્રવૃત્તિ દ્વારા હજારો યુવાન તૈયાર થાય છે, અને એક એક યુવક અખૂટ શક્તિનો ભંડાર છે. યશવંત જેઠવા જેવા યુવકો એક ઉદાહરણ પૂરું પાડે છે.

સમગ્ર સત્સંગ સમાજને આ ષષ્ટિપૂર્તિ અવસર ઉજવવાનો ઉમંગ છે, અને વર્ષ ૨૦૧૨ વિવિધ આયોજનો દ્વારા ઉજવાશે. ગઈકાલની રવિસભામાં યુવકોને પ્રોત્સાહિત કરવા પુ. આત્મસ્વરૂપ સ્વામીએ ખુબ સુંદર પ્રાસંગિક ઉદબોધન આપ્યું, અને સાથે સાથે યોગીજી મહારાજના સુંદર પ્રસંગોનું નિરૂપણ કર્યું. યુવકોને અધિવેશનમાં ભાગ લઇ સ્વામીશ્રી નો રાજીપો પ્રાપ્ત કરવા બળ આપ્યું…

ખરેખર ગઈકાલ નો દિવસ ખુબજ યાદગાર રહેશે.

Advertisements