શું તમે ભગવાન જોયા છે?

નક્કી ક્યારેક તો આ પ્રશ્ન કોઈએ તમને પૂછ્યોજ હશે! કાં’તો પછી પૂછનારામાના તમે એક હોઈ શકો!

ભગવાન પરની મંદ શ્રદ્ધા આ પ્રશ્નનું ઉદ્ગમબિંદુ છે, અને એનું કારણ નીચેનામાંથી કંઈપણ હોઈ શકે:
૧) માણસના સ્વભાવો – પોતાનો અહં એને પોતાથી કોઈ પર તત્વ છે એ માનવા દેતું નથી.
૨) વૈજ્ઞાનિક સંશોધનો – આજના આધુનિક યુગનો સૌથી મોટો પ્રશ્ન કે જો ભગવાન દેખાય તો હું માનું. જેમ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો પુરવાર કરી શકાય છે, એજ રીતે જો કંઇક એવું સંશોધન થયું છે કે જેનાથી ભગવાનને જોઈ શકાય?
૩) આધ્યાત્મ દ્વારા વેપાર – આજે ઘણા પંથો/સંપ્રદાયો ચાલી રહ્યા છે, અને લોકો પણ જોયા-જાણ્યા વગર તેમાં જોડાય જાય છે. અંતે જયારે તેમને હકીકતની ખબર પડે છે, ત્યારે ભગવાન પરથીજ વિશ્વાસ ઉડી જાય છે. તે લોકો એમ સમજે છે કે બધા સંપ્રદાયો લૂટવા બેઠા છે.
૪) નાસ્તિકનો સંગ – ‘સંગ તેવો રંગ’ – ખરેખર ગમે તેવો જ્ઞાની હોય પણ જો નાસ્તીકનો સંગ થાય તો એ જ્ઞાનીના મનમાં પણ સંશય લાવી શકે છે. આ ઉપરાંત એવા પુસ્તકો કે ગ્રંથોનું નિયમિત વાંચન જે નાસ્તીક્ભાવ રજુ કરે છે.

ભગવાન પરની શ્રદ્ધા દ્રઢ થાય જો આપણે ભાગવાનનું માહત્મય સમજાય તો…વચનામૃત ગઢડા મધ્ય-૧૬.

ઘણીવાર કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ ભગવાન પરની શ્રદ્ધા ઓછી થતી જણાય છે. એકવાર મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ પર એક યુવકનો પત્ર આવ્યો. તેમાં તેણે લખેલું હતું કે ‘ભગવાન છે જ નહિ, ૧૦૦%’. વિગત જણાવતા તેણે લખ્યું હતું કે, મેં ૬ વાર વિદેશ ભણવા જવા માટે પ્રયત્ન કર્યો પણ દર વખતે હું નિષ્ફળ થયો, સાથે જે એજન્ટ ને ૫૦૦૦૦ રૂપિયા આપેલા તે પણ નાશી ગયો. તમારા આશીર્વાદ પણ લીધેલા હતા અને નીલકંઠવર્ણી નો અભિષેક પણ કરેલો, તો પણ નિષ્ફળ કેમ નીવડ્યો?
સ્વામીશ્રીએ ફોન દ્વારા જવાબ આપતા કહ્યું, ભગવાન અસ્તિત્વ ધરાવે છે. એજ સર્વ કર્તા-હર્તા છે. તારી નિષ્ફળતા નું તારણ ભગવાન નથી તેમ ન કાઢવું. એજ સર્વ સર્વ કર્તા-હર્તા છે એમ માન, દરરોજ પૂજા કરજે અને સત્સંગમાં પણ જજે. શ્રીજી મહારાજે દાદા ખાચરને કેટલીવાર આશીર્વાદ હતા છતાં તેમનું કાર્ય થયું ન હતું, તેમ છતાં તેરો શ્રીજી મહારાજને છોડીને નો’તા ગયા. હિંમતવાન અને આશાવાદી બન, ભગવાનમાં તારું મન જોડ, એ તારા માટે જરૂર સારું કરશે.

Advertisements