નીલકંઠના પગલે…

રવિવાર નો દિવસ એટલે અભ્યાસ, નોકરી કે વ્યવસાય કરતા સૌને થોડુ મોડું ઉઠવાની એક તક, તેમ છતાં રોજ કરતા વહેલા ઉઠી યુવકો તૈયાર હતા. શા માટે? ૧૨-૧૩ કી.મી. ચાલવા માટે… અરે કોઈ ઉઠે? એ પણ હાલવા!

એ દિવસ હતો યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિતે આયોજન કરેલી પદયાત્રાનો. સૌ યુવકોને ઉમંગ હતો નીલકંઠના પગલે ચાલવાનો. ઘણા યુવકોએ ખુબ મેહનત કરી, રાત્રે જાગીને ઠાકોરજીનો રથ શણગાર્યો. સવારે ૭.૩૦ વાગ્યે બધા બી.એ.પી.એસ. સંસ્કારધામ, સાંગવીમાં એકત્રિત થયા. વિધિવત શાંતીપાઠ, અને ઠાકોરજી નું પૂજન કરી, વડીલ હરિભક્તો એ ઠાકોરજીની આરતી ઉતારી. યુવકોને કુમકુમનો ચાંદલો કરી નાડાછડી બાંધી…

ચાલો અમે બધા તૈયાર છીએ… સ્વામીનારાયણ ભગવાનની જય… પ્રમુખસ્વામી મહારાજની જય… યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવની જય…

૨ યુવકો રથની આગળ ચાલે, પાછળ ઠાકોરજીનો રથ અને તેની પાછળ ૨-૨ ની રાંગમાં બીજા યુવકો ચાલે. બધા નીકળી પડ્યા નીલકંઠવર્ણીની રાહે… અને ખરેખર અનુભવાયું કે નીલકંઠવર્ણીની કલ્યાણ યાત્રા કેટલી વિકટ હતી. તેઓએ અનંત જીવોના ઉદ્ધાર માટે પોતાના દેહને ગણકાર્યો નો’તો. અમે ફક્ત થોડા કી.મી. ચાલીને થાક અનુભવ્યો.. જયારે નીલકંઠે ઈ.સ. ૧૭૯૨ થી ૧૭૯૯ ના સમયગાળામાં, ઉઘાડે પગે, ફક્ત કોપીન ભર વસ્ત્ર ધારણ કરી, ૭ વર્ષ સુધી ભારતના વિવિધ પ્રદેશોનું વિચરણ કરી ૮૦૦૦ માઈલ જેટલું ચાલ્યા હતા. ના હતો હાથમાં નકશો કે ના હતી કાઈ ખાવાની વ્યવસ્થા. વિચાર આવે છે કે કઈ રીતે તેમણે નદીઓ પાર કરી હશે, કઈ રીતે જંગલી જાનવરોની વચ્ચે જંગલમાં એકલા રહ્યા હશે,  કઈ રીતે એમને હિમાલય જેવા પર્વતો ચડ્યા હશે. આવું તો વિચારીએ તોય અઘરું લાગે છે…

Nilkant Varni

વળી તેમની ઉમર શું હતી? ૧૧ વર્ષ… અરે! ૧૧ વર્ષના બાળકને રાત્રે બા’રે નીકળવું હોય તો કો’કને સાથે લઈને જાય. જયારે નીલકંઠ એકલા…

આ પદયાત્રાએ અમને અનુભવ કરાવ્યો નીલકંઠની કલ્યાણ યાત્રનો… અને સાથે મનન કરવાનો એક વિષય આપ્યો…

૩ કલાક ચાલ્યા બાદ અમે પહોચ્યા અક્રા-મારુતી મંદિરે કે જ્યાં બાપુ ગોખલે ની ભક્તિ જોઈ નીલકંઠ ૧ માસ રહ્યા હતા.

Advertisements