શ્રીજી મહારાજનો વિનોદ

સમાજ માં એવી ગેરસમજ પ્રવાર્તાયેલી છે કે જ્ઞાની અને પંડિત હમેશા ગંભીર હોય છે. ક્યારેક જો ખડખડાટ હસી પડે તો પછી એનો મોભો શાનો!

જયારે શ્રીજી મહારાજ તો જ્ઞાનીઓના જ્ઞાની અને પંડિતોના પણ પંડિત હતા, તેમ છતાં વિનોદની એકપણ તક જવા ન દેતા. અરે ઘણીવાર તો પોતે જાતે એવો પ્રસંગ ઉભો કરતા કે બધાને રમૂજ પડે.શ્રીજી મહારાજ

એક વખત મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું કે ભાણામાં જે પીરસાય તે પછી આંખ બંધ કરીને સૌ પ્રથમ જે વસ્તુ હાથ આવે તેજ ખાવાની… પંગત પડી, સૌ જમવા બેઠા… તે સમયે સુરાખાચર પણ પંગતમાં બેસેલા, અને તેમનો હાથ ગાજરના અથાણા પર પડ્યો, તેથી તેઓએ અથાણું ખાવાનું શરુ કર્યું પણ અથાણું ખારું અને તીખું હોવાથી આંખોમાં પાણી આવી ગયા.. અરે! મોવાળા ઉભા થયી ગયા. સુરાખાચર સ્વભાવે રમુજી, તેમણે તો ગાવાનું શરુ કર્યું – “ગાજરડા મારા વેરી રે, વ્હાલા!”. આ સાંભળી મહારાજ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા – સુરાખાચર, કેવું સુખ આવે છે!? સુરાખાચર કહે આ સુખ તો બધાએ લેવા જેવું છે. મહારાજ ખુબ હસ્યા અને પ્રકરણ પાછુ લીધું.

મહારાજ ગઢડામાં વિરાજમાન હતા અને ત્યાં એક જોષી આવ્યો અને બોલવા લાગ્યો – તમે તો પુરબીયા બ્રાહ્મણ* કેહવાઓ, પાંડેના દીકરા છો. તમે અહીં ભગવાન બનીને કેમ ગાદી પર ચડી બેઠા છો. મહારાજ બોલ્યા – શું કરીએ! ઘરેથી નીકળ્યા ત્યારથી મારગમાં આવતા ઘણા રાજપાટ જોયા પણ ક્યાંય રાજાની ગાદી ખાલી ન જોય. છેલ્લે અહીં કાઠીયાવાડમાં આવ્યા ને જોયું તો ભગવાનની ગાદી ખાલી જોઈ તો અહીં બેસી રહ્યા છીએ!! મહારાજ ખડખડાટ હસી પડ્યા. પેલા જોષીને સમાધી થયી અને બધા દેવો અવતારો મહારાજની સ્તુતિ કરે  છે તે જોયું. જયારે ભાનમાં આવ્યો ત્યારે મહારાજના ચરણે પડ્યો અને સત્સંગી થયો. મહારાજે પોતાની મજાક કરવા આવેલાને પણ સત્સંગી કર્યો.

* મહારાજનો જન્મ છપૈયા (અયોધ્યા નજીક) થયેલો તેથી.

Advertisements