રવિ સભા – ૧૩-૧૧-૨૦૧૧

જેમ વિદેશના સત્સંગ મંડળોમાં કેહવામાં આવે છે ને કે ‘સન્ડે ફોર સ્વામી’. પુનામાં પણ કંઇક એવુંજ છે!

આજની યુવક સભાનો વિષય હતો કરકસર – પ્રવચન અને વિશેષ કાર્યક્રમ પણ એ આધારીત જ  હતો. ધૂન અને પ્રાર્થના બાદ મીતેશભાઇએ કરકસર શા માટે અને ક્યાં કરવી જોઈએ તે વિષયક સુંદર પ્રવચન દ્રષ્ટાંતો સાથે આપ્યું. જોકે શરૂઆતમાં સંખ્યા ઓછી હતી તેમ છતાં ધીરે ધીરે યુવકો આવી રહ્યા હતા.

અંતે વિશેષ કાર્યક્રમ હતો ટાવર બિલ્ડીંગ – તેમાં ૩ ટીમ પાડવામાં આવેલી ઘનશ્યામ, નીલકંઠ અને સહજાનંદ. ત્રણેય ટીમને એક એક kit આપવામાં આવેલી કે જેમાં અલગ અલગ સાઈઝ ના પેપર અને પુઠ્ઠાઓ હતા અને એનો ઉપયોગ કરીને ઉંચામાં ઉંચો ટાવર બનાવવાનો હતો. તેમાં થોડી શરતો પણ હતી.

૧) ૧૫ મીનીટ નાં સમય આ કાર્ય પૂરું થવું જોઈએ.

૨) સૌથી ઉંચો ટાવર, એક મીનીટ સુધી ઉભો રહે, અને ઓછા ખર્ચે બનવો જોઈએ.

૧૫ મીનીટ પછીનું પરિણામ આ મુજબ હતું:

<unable to display image>

અંતે આરતી થયી અને બધા સંયુકત સભાની તૈયારી માં જોડાયા…

Advertisements